Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

PM મોદીએ સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી

  • November 20, 2022 

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદી એ આજે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી  ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી.ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોના ભારતીય જનતા પાર્ટીના ઉમેદાવારોના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું



વડાપ્રધાન નરેનદ્રભાઇ મોદી સાહેબે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, લોકતંત્રના મહાપર્વમાં સૌરાષ્ટ્ર વિસ્તારની આ પહેલી સભા સોમનાથ દાદાની ધરતી ઉપર થઇ રહી છે. સોમનાથ દાદાના આર્શિવાદ અને જિલ્લાના જનતા જનાર્દન આર્શિવાદ મળવાથી મારા તમામ રેકોર્ડ તોડી ભૂપેન્દ્રના નવા રેકોર્ડ સ્થાપિત થવાની છે તે નક્કી થઇ ગયું છે. આપણે સૌ એ મતદાન કરવું એ લોકતંત્રમાં ખૂબ જ આવશ્યક છે.



 પીએમ મોદી એ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યએ વિકાસની હરણફાળ ભરવામાં પાછી પાની કરી નથી. લોકતંત્રના આ મહાપર્વમાં ગુજરાતમાં વિકાસની ગતિ બંધ ન થાય તે માટે ડબલ એન્જિનની સરકાર આ વખતે પણ સ્થાપીત કરવી જરૂરી છે. ચૂંટણીમાં મત માંગવા એ મારૂ કર્તવ્ય છે, મતદાન કરવું એ તમારૂ કર્તવ્ય છે. આ વખતે નરેન્દ્રના નામે થયેલ તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી અદમ્ય ઇચ્છા છે અને તેના માટે તમારે મતદાન કરવાનું છે. ગુજરાતની જનતા આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકતી આવી છે આ વખતે પણ એ વિશ્વાસ કાયમ રાખી ગુજરાતને પ્રગતિના પંથે લઇ જવા અપીલ કરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application