માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સાંભળી પીએમ અમદાવાદ તેમની ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યા છે. જો કે, હોસ્પિટલે મેડિકલ બુલેટિન જારી કરીને કહ્યું કે તેમની હાલત સ્થિર છે. પીએમ પરિવારના તમામ લોકો હોસ્પિટલમાં હાજર છે. હીરા બાને મંગળવારે ઉધરસની ફરિયાદ હતી. દિલ્હીથી અમદાવાદ આવવા માટે પહોંચેલા પીએમ મોદી સવા કલાકમાં યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચશે.
અધિકારીઓનો કાફલો એરપોર્ટ પર અત્યારે પહોંચી રહ્યો છે. પીએમ મોદી માતાની ખબર પૂછવા માટે દિલ્હીથી રવાના થઈ ગયા છે. 4 વાગ્યાની આસપાસ વડાપ્રધાન અમદાવાદ આવશે. પીએમ મોદીને માતાની તબિયત નાદુરસ્ત હોવાની જાણકારી મળતા તેઓ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. અત્યારે અમદાવાદ એરપોર્ટ પર કોન્વોયર તૈયાર કરાયો છે. પ્રોટોકોલ પ્રમાણે કોન્વાય તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સભાના સાંસદ પરીમલ નથવાણી યુએન મહેતા પહોંચ્યા, ધારાસભ્ય કૌશિક જૈન, સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય એક પછી એક નેતાઓ ખબર અંતર પૂછવા માટે યુએન મહેતા પહોંચ્યા છે. તાજેતરમાં જ પીએમ મોદી માતાને મળ્યા હતા. આરોગ્ય અધિકારીઓ પણ અત્યારે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાને 100 વર્ષ થયા છે. ડિસેમ્બરમાં હીરાબાને પીએમ મોદી મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ગુજરાત ચૂંટણીના મતદાન દરમિયાન પીએમ મોદી 4 ડિસેમ્બરે ગાંધીનગરમાં તેમની માતા હીરાબેનને મળ્યા હતા.
આ દરમિયાન તેમણે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને તેમની સાથે બેસીને ચા પીધી હતી.આજે સવારે જ હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અત્યારે સોશિયલ મીડિયામાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પીએમ મોદી અને હીરાબાના ફોટો સાથે આ પ્રાર્થના લોકો કરી રહ્યા છે. અગાઉ 2016માં તેમની તબિયત ખરાબ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500