Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

PM મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને આપ્યો મત, જાણો કેટલું થયું મતદાન

  • December 05, 2022 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. રાણીપ ખાતે વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું હતું. 2022ના ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે પીએમ ગઈકાલે સાંજે જ બીજા તબક્કાના મતદાન માટે આવી પહોંચ્યા હતા ત્યારે આજે સવારમાં તેમને તેમનો કિંમતી મત આપ્યો હતો.




વડાપ્રધાન મોદીએ અમદાવાદની રાણીપાણી નિશાન શાળામાં મતદાન કર્યું હતું. ગઈકાલે તેમના માતા હીરા બાના મળવા પહોંચ્યા હતા તેમના આશીર્વાદ તેમને લીધા હતા. તેમની માતા હિરા બા પણ આજે ગાંધીનગરમાં મતદાન કરશે.પીએમ મોદી બાદ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી પણ અમદાવાદથી મતદાન કરશે તેઓ નારણપુરા વિધાનસભા વિસ્તારમાંથી આજે 10.30 કલાક મતદાન કરશે. તેઓ પણ ગઈકાલથી અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ નારણપુરાથી એક સમયે વિધાનસભા બેઠક પર ચૂ્ંટણી પણ લડયા હતા.ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.




આ સાથે અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો જોવા મળી રહી છે. 93 બેઠકોમાંથી 74 સામાન્ય અને 6 SC અને 13 એસટી બેઠકો છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા મતદરો છે. 18 થી 19 વર્ષની વયજૂથના 5.96 લાખ મતદારો છે. 9 વર્ષથી વધુ વયના 5400 મતદારો છે. ત્યારે આજે મતદાનના બીજા તબક્કામાં તમામ જિલ્લાઓમાં ગાંધીનગર જિલ્લો મતદાનમાં આગળ છે જ્યાં 13 ટકા જેટલું મતદાન થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News