ગણતંત્ર દિવસ નિમિત્તે આજે રાજપથ પર યોજાયેલી પરેડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપથ પર પગપાળા ચાલીને લોકોને મળ્યા હતા. વડાપ્રધાનએ પરેડ પૂરી થયા બાદ સુરક્ષા કર્મીઓના ઘેરા વચ્ચે મંચ પરથી ઉતરીને પગપાળા ચાલીને લોકો વચ્ચે જવાનુ પસંદ કર્યુ હતુ અને સાથે-સાથે કોવિડ પ્રોટોકોલનુ પાલન થાય તેનુ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. જોકે 2015થી વડાપ્રધાનએ નવી પરંપરા શરૂ કરી છે. તેઓ પરેડ પૂરી થયા બાદ લોકોને મળતા હોય છે અને આજે પણ આ પરંપરા તેમણે યથાવત રાખી હતી. કોરોનાના કારણે વડાપ્રધાન મોદી લોકોને નહીં મળે તેવી અટકળો થઈ રહી હતી પણ આ અટકળો તેમણે ખોટી પાડી હતી અને લોકોને તેમણે નિરાશ કર્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application