દુનિયાભરના નેતાઓની ગ્લોબલ એપ્રૂવલ રેટિંગને લઇને અમેરિકાની ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિગ કંસલ્ટએ એક સર્વે કર્યો જેમાં જાણકારી સામે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓમાં સૌથી આગળ છે. તમને જણાવી દઇએ કે ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિંગ કંસલ્ટે જે આંકડા સામે રાખ્યા છે, તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પીએમ મોદીની લોકપ્રિયતા દુનિયાભરના નેતાઓમાં સૌથી વધુ છે.
ફક્ત ત્રણ વિશ્વના નેતાઓની સ્વિકૃતિ રેટિંગ 60 ટકા
એક સર્વે અનુસાર પીએમ મોદી દુનિયાના સૌથી મનપસંદ લીડર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ફક્ત ત્રણ વિશ્વના નેતાઓની સ્વિકૃતિ રેટિંગ 60 ટકા ઉપર છે જેમાં પીએમ મોદી સૌથી ઉપર છે. પીએમ મોદીની સ્વિકૃતિ 70 ટકા છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયામાં સૌથી વધુ સ્વિકાર્ય નેતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન આ સર્વેમાં પાંચમા સ્થાન પર છે. આ આંકડા ખરેખર ચોંકવનારા છે. તેને લઇને આશ્વર્ય એટલા માટે પણ છે કારણ કે કોરોનાકાળ બાદ પણ પીએમ મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં ઓછી થઇ નથી. તેમણે 70 ટકા લોકોની સ્વિકાર્યતા પ્રાપ્ત થઇ છે. આ પરિણામથી ખબર પડે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયામાં સૌથી વધુ સ્વિકાર્ય નેતા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન લોકપ્રિયતાના મામલે 5મા સ્થાન પર છે.
આ ગ્રાફમાં પિંક લાઇનને જોઇને, જે સૌથી ઉપર છે, તમે સરળતથી સમજી શકો છો કે પીએમ મોદીની દુનિયાભરમાં કેવી લોકપ્રિયતા છે. પીએમ મોદીની લોકપ્રિયતાને લઇને જો મોર્નિંગ કંસલ્ટનો ગત રિપોર્ટ પર નજર નાખી તો જૂનમાં આવેલા આંકડામાં અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા 66 ટકા રહી હતી. એવામાં આ વખતે મોર્નિંગ કંસલ્ટની રેટિંગ પીએમ મોદીએ બઢત બનાવી છે. તો બીજી તરફ દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન લોકપ્રિયતાના મામલે 5મા સ્થાન પર છે. તેમને 48 ટકા લોકોએ પોતાની સ્વિકાર્યતા આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500