આજે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં પીએમ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરથી મતદાન કર્યું હતું. દયાબેન વાડીભાઈ સ્કૂલ રાયસણમાં મતદાન કરવા માટે પીએમ મોદીના માતા હીરા બા પહોંચ્યા હતા. મતદાન કરવું જોઈએ ત્યારે તેઓ મતદાન આપવા માટે પહોંચ્યા હતા. હીરાબા પહેલા પીએમ મોદીએ આજે અમદાવાદમાં રાણીપથી મતદાન કર્યું હતું. ત્યારે હિરાબા પણ વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે હીરાબા ચોક્કસથી મતદાન કરતા હોય છે. લોકસભાની ચૂંટણી હોય કે, પછી વિધાનસભાની ચૂંટણી હોય તેઓ ચોક્કસથી મતદાન રુબરુ જઈને કરતા હોય છે. હીરાબાએ આ પહેલા ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ત્યારે આજે તેમણે વિધાનસભાની ચૂંટણી વખતે પણ મતદાન કર્યુ હતું.સિનિયર સિટીઝન માટે સુદ્રઢ વ્યવસ્થા મતદાન મથકો પર કરવામાં આવી છે. તેમને લાઈનમાં ઉભા ના રહેવું પડે તે હેતુથી આ સુવિધા આપવામાં આવી છે. હીરાબા વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં તેમને તમામ પ્રોશેસ પૂર્ણ કરી હતી અને મતદાન કર્યું હતું.
રાયસણ વિસ્તારમાંથી તેમણે મતદાન કર્યું હતું. ગઈકાલે હિરાબા સાથે નરેન્દ્ર મોદીએ સમય વ્યતિત કર્યો હતો પીએમ મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા. તેઓ ચોક્કસથી ચૂંટણી વખતે માતાના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે ત્યારે તેમના નિવાસસ્થાને માતાને પીએમ મળ્યા હતા. એ દ્રશ્યો પણ ગઈકાલે સામે આવ્યા હતા ત્યારે આજે પીએમ મોદીએ રાણીપથી મતદાન કર્યા બાદ હીરાબા પણ મતદાનના સ્થળ પર જઈ મતદાન કરતા જોવા મળ્યા હતા.ખાસ કરીને લોકશાહીના આ પર્વમાં હીરાબાએ લોકોને 100 વર્ષની ઉંમરે પણ અચૂંક મતદાન કરવું જોઈએ તેવો મેસેજ આપ્યો છે. આ વખતે 80 વર્ષથી વઘુના સિનિયર સિટીઝન માટે ઘરે બેઠા મતદાનની સુવિધા છે પરંતુ હંમેશા મતદાન કરવા માટે સ્થળ પર પહોંચતા હીરાબાએ આ વખતે પણ મતદાન કરવા માટે રુબરુ પહોંચ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500