ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે સપ્તાહ જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં,વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં મુખ્યત્વે ફક્ત બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં છે. ગુજરાતમાં કોઈ ત્રીજા પક્ષ નથી. ત્રીજી પાર્ટીનું નામો નિશાન નથી. આમ આદમી પાર્ટીના પડકારને નકારી કાઢતા તેમણે આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી શૂન્ય પર આવી ગઈ છે અને ભાજપ રાજ્યમાં સંપૂર્ણ તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
આ વખતે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. હિમાચલની ચૂંટણીની સાથે સાથે ગુજરાતના પરિણામો પણ 8 ડિસેમ્બરે આવશે. ત્યારે પ્રહલાદ મોદીએ કહ્યું કે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કોઈ તક નથી. પ્રહલાદ મોદી બારાબાંકી ગયા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, દેશની જનતાને તેમની પસંદગીના વડાપ્રધાન મળ્યા છે અને 2024માં પણ કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે. તેમ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા 20 જેટલા ધારાસભ્યોમાંથી 7 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં બ્રાહ્મણ જ્ઞાતિના 13 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. વર્ષ 2017ની વિધાનસભામાં આ આંકડો માત્ર 7 હતો. મહિલા મતદારોના મત મેળવવા માટે ભાજપે 14 મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500