ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત 'પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન' (પીએમ-જનમન) કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાનો કાર્યક્રમ, વાલોડ તાલુકાના અંબાચ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ ખાતે રાજય કક્ષાના વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ જળ સંપતિ, પાણી પુરવઠા, અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ રાજ્યોના આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંવાદનો લાઇવ પ્રસારણ કાર્યક્રમને પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો.
મંત્રીશ્રીએ તાપી જિલ્લાના અંબાચ ગામના આદિમજૂથના ઉજ્જ્વલા યોજના, પીએમ આવાસ યોજના, વિજ કનેક્શન, બસ પાસ યોજનાના લાભાર્થી સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેમણે આયુષ્માન ભારત કાર્ડને સોનાની લગડી સમાન ગણાવી તાપી જિલ્લામાં 6 હજારથી વધુ આદિમજુથના નાગરિકોને આ કાર્ડ પીએમ જનમન અભિયાનમાં અપાયા છે. જેના માટે સમગ્ર તાપી જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. અંતે તેમણે આદિમજુથના તમામ નાગરિકોને પોતે મજુરી કરતા છે તો પોતાના બાળકોને ભણાવી ગણાવી દેશનો જાગૃત નાગરિક બનાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં અતિથિ વિશેષરૂપે ઉપસ્થિત ૨૩-બારડોલી સાંસદશ્રી પરભુભાઈ એન. વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી સમાજમાં પણ સૌથી વધારે ગરીબ અને વંચિત નાગરિકો તરીકે આદિજુથ છે ત્યારે તાપી જિલ્લામાં જરૂરિયાતમંદ એક એક જન સુધી આ યોજનાઓ પહોચાડીએ એ આપણા સૌની જવાબદારી છે એમ ઉમેર્યું હતું. તેમણે કોઇ પણ યોજનાથી આદિમજુથના નાગરિકો બાકાત ન રહે તે માટે આપણે કટીબદ્ધ બનીએ એમ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આદિમજુથ વિસ્તારના ૧૭૫ ગામો પૈકી ૨૨ ગામોમાં આરોગ્યલક્ષી આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવાં એક મોબાઇલ મેડીકલ યુનિટનું પણ ફલેગ ઓફ મંત્રીશ્રી સહીત મહાનુંભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500