સુરત જિલ્લાના વેસુ ગામે સૂકુન રેસિડેન્સીના ફલેટમાં રહેતો બેગના વેપારી મુકેશભાઈ સંચયલાલ જૈન (ઉ.વ.૩૫)ના ઘરે રાત્રે રેડ પાડતા કબાટમાંથી વિદેશી દારૂની કુલ ૩૫ બોટલો મળી આવી હતી જેની કિંમત ૪૯૪૫૦/- રૂપિયા હતી મુકેશભાઈ સાથે પૂછપરછ મા જાણવા મળ્યું છે કે,દિલ્હીમા રહેતો સન્ની નામનો ઈસમ છેલ્લા ૨ વર્ષ થી ટ્રેનમાં સુરત આવી વિદેશી દારૂની બોટલો આપી જતો હતો વેપારી માત્ર પીવા માટે દારૂ મંગાવતો હતો દારૂનો સ્ટોક જેવો પૂરો થાય એટલે વેપારી સન્નીને કોલ કરી દેતો હતો પછી સન્ની વીઆઈપી ટ્રેનમાં બિઝનેસમેન હોય તેવી સ્ટાઈલમાં ટ્રોલીવાળી બેગમાં દારૂની બોટલો સંતાડી લાવતો હતો.
હાલમાં પીસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે વેપારી મુકેશભાઈ જૈનની ધરપકડ કરી છે જયારે દિલ્હી ખાતે રહેતો સન્નીને વોન્ટેડ જાહેર કરાયો છે સનનીને પકડવા માટે આગામી દિવસોમાં પોલીસની ટીમ દિલ્હી જવા રવાના થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application