Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા પર્વત પાટિયાનાં બ્રહ્મા ક્લિનિકનાં તબીબ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના ભંગ બદલ પોલિસ ફરિયાદ

  • May 31, 2023 

સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી. એન. ડી. ટી. સેલને મળેલી ફરિયાદના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ અને પી.એન.ડી.ટી. ટીમ દ્વારા તા.૩૦મી ના રોજ સુરત શહેરના લાભુબા કોમ્પલેક્ષ, લાભુબાનગર, નોબલ સ્કુલ સામે, ડોમિનોઝ પિઝાની સામે, આઈમાતા રોડ, પર્વત પાટિયા પર આવેલા બ્રહ્મા ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્રહ્મા ક્લિનિકના ડો.રાજેશ બી. ધોળિયા (BHMS, CCH) કે જેઓ કે જેઓ PC & PNDT (પૂર્વ પ્રસૂતિ નિદાન પરીક્ષણ અધિનિયમ)-૧૯૯૪ અને નિયમ ૧૯૯૬ મુજબ સોનોગ્રાફી કરવા માટે લાયકાત ધરાવતા ન હતા, તેઓ પાસેથી આ કાયદાનો ભંગ કરીને મહિલા દર્દી પર હેન્ડી મશીનથી ગેરકાયદે સોનોગ્રાફી કરતા રંગેહાથ ઝડપાયા હતા.




આ તબીબ પાસેથી સોનોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતું અનરજિસ્ટર્ડ ‘હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ’ મળી આવ્યું હતું. ક્લિનિક કે હેન્ડી પોર્ટેબલ મશીનની પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ મુજબ નોંધણી કરાવવામાં આવી ન હતી. જેથી PC & PNDT એક્ટની કલમ-૧૯૯૪ તથા નિયમ-૧૯૯૬ના ભંગ બદલ પોલિસ ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે એમ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરિટી (પી.એન.ડી.ટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત-સુરતની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application