સુરતના સરથાણામાં રૂ.1 કરોડથી વધુની આંગડિયામાં લૂંટ થઇ છે. શહેરમાં શ્યામધામ મંદિર પાસે આવેલા આંગડિયામાં લૂંટ થઇ છે. 2 રિવોલ્વર અને તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટ મચાવી હતી. તેમાં ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઇ હતી. જેમાં લૂંટારાઓ પકડાઇ ગયા છે.
કારમાં આવેલા 5 અજાણ્યા શખ્શો લૂંટ કરી ફરાર થયા હતા. લૂંટારા જે દિશામાં ભાગ્યા એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. રોકડ અને હીરાના પેકેટની આરોપીએ લૂંટ મચાવી છે. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રવિવારે સવારે કરોડોના હીરની લૂંટથી સનસનાટી મચી ગઈ હતી. બે બંદૂક સાથે આવેલા પાંચ લોકો ફિલ્મી સ્ટાઈલમાં કરોડોની લૂંટ ચલાવી ઇકો કારમાં ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં જ શહેર આખાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે શહેરમાં નાકાબંધી કરવા સાથે સ્ટેટ કંટ્રોલમાં પણ આ મામલે કોલ કરી લીધો હતો.
દરમિયાન ગણતરીના કલાકોમાં જ વલસાડ નજીકથી લૂંટારુઓ પકડાઈ ગયા હોવાનું જાણવા મળે છે. કેટલા રૂપિયાની લૂંટ થઈ હતી તે અંગે હજુ પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી. સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે. જેમાં રાહુલ ઉત્તમ વાઘમારે ઉ.૩૮, કાંદીવલી મુંબઈ, જીતેન્દ્ર બદ્રીનાથ તિવારી ઉ.૪૮ કલ્યાણ મુંબઈ, મહંમદ સૈયદ અલાઉદ્દીન ખાન ઉ.૪૩ કલ્યાણ મુંબઈ, રાજકુમાર ગિરધારી ઉકે ઉ.૩૫ કલ્યાણ મુંબઈ, પ્રમોદ પ્રભાકર જટાર ઉ.૩૦ નાલા સોપારા મુંબઈને વલસાડ એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500