Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં લુહારની દુકાનનું તાળું તોડી રૂપિયા 2 લાખથી વધુની ચોરી થઈ

  • May 27, 2024 

ડોલવણ ચાર રસ્તા ખાતે આવેલ લુહારની દુકાનમાં પાછળના ભાગેથી દુકાનમાં પ્રવેશ કરી અંદર મુકેલ ત્રણ કબાટના તાળા તોડી કુલ રૂપિયા 2 લાખથી વધુની ચોરી થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ ચાર રસ્તા ઉપર લુહારની દુકાન ચલાવતા જીગ્નેશભાઈ રમેશભાઈ પંચાલની દુકાન ગત તારીખ 23 મે’ના રોજ દુકાન બંધ કરી તેમના આરાધ્ય સોસાયટીમાં આવેલ ઘરે ગયા હતા ત્યારબાદ ત્યાંથી પી.પી.સવાણી સ્કૂલનો પ્રોગ્રામ વ્યારા શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે જીગ્નેશભાઈ અને તેમનો ઘરના સાંજના સમયે ઘરેથી નીકળી વ્યારા ખાતે પ્રોગ્રામ પૂરો કરીને રાત્રિના સમયે તેમના ઘરે આવ્યા હતા ત્યારબાદ જીગ્નેશભાઈ અને તેમનો પરિવાર ગાડી લઈને બુહારી ખાતે હોટલમાં જમવા માટે નીકળેલ હતા.


તે દરમિયાન ડોલવણ ચાર રસ્તા પાસે તેમની દુકાનની લાઈટ બહારથી બંધ હોવાથી લાઈટ ચાલુ કરવા માટે તેમના પત્ની કાજલબેન નીચે ઉતર્યા હતા પરંતુ લાઇટ ચાલુ થઈ નહીં જેથી મોબાઈલના ટોર્ચ વડે જોતા ઘરનો દરવાજો ખુલ્લો હોય જેથી શંકા જતા તેમણે જીગ્નેશભાઈને બૂમ પાડી બોલાવતા ગાડીમાંથી નીચે ઉતરી ઘરમાં જઈ જોતા દુકાનમાં જઈ જોતા લાઈટ ચાલુ હતી જેથી અંદર જઈ જોતા દુકાનના પાછળના ભાગે રૂમમાં મુકેલ ત્રણ કબાટ ખુલ્લા હોય અને બધો સામાન વેરવિખેર પડેલ હતો તેમજ કબાટમાં મુકેલ રોકડ તથા સોનાના દાગીના જોવા નહીં મળતા અને કુલ રૂપિયા 2,22,500/-ની ચોરી કોઈ અજાણ્યો ચોર દુકાનમાં પ્રવેશ કરી કબાટના તાળા તોડી ચોરી થયાનો  બનાવ બન્યો  હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application