Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દરિયાકાંઠે વસતા કચ્છ વાસીઓની સુરક્ષા માટે 150થી વધુ BSFનાં જવાનો એલર્ટ મોડમાં : 10 ટ્રક અને રેશનની કિટ સાથે જવાનો તહેનાત

  • June 13, 2023 

ગુજરાત પર ‘બિપરજોય વાવાઝોડા’નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે આ વાવાઝોડુ પ્રતિ આઠ કલાકનાં આઠ કિ.મી.ની ગતિથી આગળ વધતાં અતિ પ્રચંડ બની રહ્યું છે. હવામાન વિભાગે તારીખ 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત બચાવવા અલગ-અલગ જિલ્લામાં NDRF-SDRFની 29 ટીમ તહેનાત છે. દરિયાકાંઠે વસતા કચ્છવાસીઓની સુરક્ષા માટે 150થી વધુ BSFના જવાનો એલર્ટ મોડમાં છે. 10 ટ્રક અને રેશનની કિટ સાથે જવાનો તહેનાત છે. BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે. જેમાં 150 કરતાં વધુ જવાનો હાલમાં 10 ટ્રક સાથે બચાવથી લઈને રેશનની કિટ્સ સાથે તહેનાત છે.


વાવાઝોડાની અસરથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગતરોજ બપોર પછી રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીનાં કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની દિશા આજ રાતથી જ બદલવા લાગશે. જેમાં જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા દેખાઇ રહી છે. બિપરજોય વાવાઝોડાને લઈને અનેક જિલ્લાઓમાં તંત્રએ યુધ્ધનાં ધોરણે કામ શરૂ કરી દીધુ છે.


ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં જૂનાગઢમાંથી 500 લોકો, કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1,500, પોરબંદરમાંથી 543, દ્વારકામાંથી 4,820, સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2 હજાર અને રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. બિપરજોય વાવાઝોડા સામે કચ્છના કલેક્ટરે લોકોને આપીલ સાવધાનીના પગલા અનુસરવા કહ્યું છે. લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે કલેક્ટરે અપીલ કરી છે. દરિયાકિનારાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારના ગામોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઉંચાઈવાળા વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે. મોટાભાગે ગામની પ્રથામિક શાળાને સેટર હોમ તરીકે મૂકવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News