ગાંધીનગર જિલ્લામાં 1350 કરતા વધુ મતદાન મથકો ઉપર ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે બેલેટ મારફતે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે સાંજે 5 વાગે પુર્ણ થઇ છે જે અંતર્ગત જિલ્લામાં 4,050 જવાનો પૈકી 2,994 જવાનોએ મતદાન કરતા પોલીસનું મતદાન 73.53 ટકાએ પહોંચ્યું છે, જ્યારે બાકી રહેલા 1,056 જેટલા જવાનોને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવાશે. ગાંધીનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે તા.5મી ડીસેમ્બરનાં રોજ મતદાન થવાનું છે.
ત્યારે હાલ જિલ્લા ચૂંટણી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જિલ્લાના 1350 જેટલા મતદાન મથકોમાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ ફરજ બજાવવાના છે જેથી આ જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી શકે તે હેતુથી પોલીસ જવાનો માટે શનિવારે મતદાન માટેની વ્યવસ્થા સે-27 જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કરવામાં આવી છે. હોમગાર્ડ અને પોલીસ ભવનના જવાનો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં પોલીસ જવાનો અને SRP જવાનો મળી કુલ 4,050 જેટલા મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે કુલ 4,050 પૈકી 2,558 જેટલા જવાનોએ મતાધિકારનો ઉપયોગ કરતા પ્રથમ દિવસે પોલીસનું 53 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જ્યારે રવિવારે પણ જવાનો મતદાન માટે પહોંચ્યા હતા દહેગામ બેઠક માટે 24, દક્ષિણ માટે 67, ગાંધીનગર ઉત્તર માટે 300, માણસામાં 34 અને કલોલ બેઠક માટે 11 જવાનોએ મતદાન કર્યું હતું. આમ, ગાંધીનગરમાં બે દિવસને અંતે પોલીસનું કુલ 73.53 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે બાકી રહેલા 1,056 જવાનોને હવે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવાશે.ગાંધીનગર ઉત્તર બેઠકમાં સૌથી વધારે 786 જવાનોએ મતદાન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500