Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPI દ્વારા ઓકટોબર મહિનામાં 7 અબજ ડોલરથી વધુનાં વ્યવહાર થયા

  • November 02, 2022 

ભારતનું મુખ્ય ડિજિટલ પેમેન્ટસ પ્લેટફોર્મ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (UPI) પર ઓકટોબરમાં 7 અબજ ડોલરથી વધુનાં વ્યવહાર પાર પડયા છે જે આ પ્લેટફોર્મની રચના થઈ ત્યારથી અત્યાર સુધીનો કોઈ એક મહિનાનો વિક્રમી આંક છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPC) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ઓકટોબરમાં UPI પ્લેટફોર્મ પર રૂપિયા 12.11 ટ્રિલિયનના મૂલ્યના 7.30  અબજ વ્યવહાર પાર પડયા હતા. વાર્ષિક ધોરણે ઓકટોબરમાં મૂલ્યની દ્રષ્ટિએ વ્યવહારમાં 57 ટકા વધારો થયો છે.




જ્યારે વોલ્યુમની દ્રષ્ટિએ 73 ટકા વધારો થયો છે. કોરોનાનાં કેટલાક સમયગાળાને બાદ કરતા છેલ્લા બે વર્ષથી UPI મારફતના ટ્રાન્ઝકશન્સ મૂલ્ય તથા વોલ્યુમ બંને રીતે વધી રહ્યા છે, જે ભારતમાં ડિજિટલ પેમેન્ટસનો સ્વીકાર વધી રહ્યાનું સૂચવે છે. 2016માં શરૂ થયા બાદ UPI પર 2019નાં ઓકટોબરમાં પહેલી વખત એક અબજ વ્યવહાર પાર પડયા હતા. કોરોનાને કારણે દેશમાં ડિજિટલ પેમેન્ટસનો વ્યાપ વધી શકયો હોવાનું બેન્કિંગ ક્ષેત્રના સુત્રો જણાવી રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષમાં અત્યાર સુધી UPI મારફત રૂપિયા 75 ટ્રિલિયનના 44.32 અબજ વ્યવહાર પાર પડયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application