બિહારમાં એક બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે. જયારે આ ઘટના અરરિયા જિલ્લાનાં રાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં નારાયણપુરની છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 10 વર્ષીય બાળકીનો મૃતદેહ આજરોજ સવારે મળ્યો હતો. જોકે સ્થાનિકોએ જણાવ્યું કે, બાળકી જિતિયા મેળો જોવા ગયેલી છોકરી જ્યારે સવાર સુધી ઘરે પરત ન ફરી તો છોકરીની શોધ ચાલું કરી હતી. આ દરમિયાન તેનો મૃતદેહ આજરોજ સવારે ઘરની બાજુનાં ખેતરમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો હતો.
જયારે પ્રથમ નજરે આ મામલો પ્રાથમિક દુષ્કર્મ અને હત્યાનો પ્રતીત થઈ રહ્યો છે. પીડિત બાળકીના પરિવારજનોનું કહેવું છે કે, બાળકી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને રેપ બાદ તેની નિર્દય હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ મામલાની તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના અંગે અરરિયાનાં SDPO પુષ્કર કુમારે જણાવ્યું કે, બાળકીની હત્યા થઈ છે અને તપાસ માટે મેડિકલ બોર્ડનું ગઠન કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે અને ગામનાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500