સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે દેશના નાગરિકો ઉત્સુક બન્યા છે ત્યારે આજે ગુજરાત રાજ્યની ૨૫ સીટો ઉપર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ૨૩-બારડોલી (એસ.ટી) સંસદિય મતદાર વિભાગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર સાંજે ૫-૦૦ કલાક સુધીમાં ૨૩-બારડોલી(એસટી) બેઠક ઉપર ૬૧.૦૧ ટકા મતદાન નોંધાયું હતું.
૨૩ બારડોલી(અજજા) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ઠ વિધાનસભાની સાતેય બેઠક ઉપર (૧) ૧૫૬ માંગરોલ (એસ.ટી) પુરૂષ- ૧૧૫૮૧૧ મતદારો પૈકી ૭૭૧૭૪ મતદારોએ પ્ોતાનો મત આપ્યો હતો તેમજ સ્ત્રી-૧૧૨૬૯૨ મતદારો પૈકી ૭૧૮૪૫ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને કુલ-૨૨૮૫૦૬ મતદારો પૈકી ૧૪૯૦૧૯ મતદારોએ પોતાનો મત આપી ૬૫.૨૧ ટકા મતદાન થયું હતું.
(૨) ૧૫૭-માંડવી (એસટી) પુરૂષ મતદારો ૧૨૦૧૫૨ પૈકી ૮૬૧૭૪ મતદારો એ પોતાનો મત આપ્યો હતો. જ્યારે સ્ત્રી-૧૨૫૮૯૦ મતદારો પૈકી ૮૬૩૫૦ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને કુલ-૨૪૬૦૪૨ મતદારો પૈકી કુલ ૧૭૨૫૨૪ મતદારોએ મત આપી ૭૦.૧૨ ટકા મતદાન નોંધાવ્યું હતું.
(૩) ૧૫૮-કામરેજ, પુરૂષ-૩૦૦૩૨૯ મતદારો પૈકી ૧૪૦૧૯૪ મતદારોએ પોતાનો મત આપ્યો હતો જ્યારે સ્ત્રી–મતદારો ૨૫૩૩૭૯ પૈકી ૯૮૬૪૪ મતદારોએ મત આપ્યો હતો. અને કુલ-૫૫૩૭૧૧ મતદારો પૈકી ૨૩૮૮૩૮ મતદારોએ મત આપી ૪૩.૧૩ ટકાવારી નોંધાવી હતી.
(૪)૧૬૯-બારડોલી(એસસી) પુરૂષ મતદારો ૧૪૬૩૨૭ પૈકી ૯૦૦૮૨ મતદારોએ પોતાનો મત આપ્યો હતો તેમજ સ્ત્રી- મતદારો ૧૩૫૯૯૪ પૈકી ૮૦૨૧૭ મહિલાઓએ પોતાનો મત આપ્યો હતો અન્ય-૮ મતદારો મળીને ,કુલ-૨૮૨૩૨૯ મતદારો પૈકી ૧૭૦૩૦૧ મતદારોએ પોતાનો મત આપી ૬૦.૩૨ ટકા મતો આપ્યા હતા.
(૫) ૧૭૦- મહુવા પુરૂષ મતદારો ૧૧૧૮૯૪ પૈકી ૭૪૫૮૭ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી- મતદારો ૧૧૮૨૨૭ પૈકી ૭૩૨૪૦ મતદારોએ મત આપ્યો હતો. આમ કુલ-૨૩૦૧૨૧ મતદારો પૈકી ૧૪૭૮૨૭ મતદારોએ ૬૪.૨૪ ટકા મત આપ્યા હતા.
(૬) ૧૭૧-વ્યારા(એસટી) પુરૂષ મતદારો ૧૦૭૫૩૩પૈકી ૭૭૧૯૫ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી મતદારો ૧૧૪૩૯૨ પૈકી ૭૬૭૦૫ મતદારોએ મત આપ્યા હતા. અને અન્ય-૫ મળીને કુલ-૨૨૧૯૩૦ મતદારો પૈકી ૧૫૩૯૦૨ મતદારોએ ૬૯.૩૫ ટકા મત આપ્યા હતા.
(૭) ૧૭૨-નિઝર(એસટી) પુરૂષ મતદારો ૧૩૯૦૮૦ પૈકી ૧૦૭૫૫૮ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી મતદારો ૧૪૬૬૮૯ પૈકી ૧૦૯૭૮૨ મતદારોએ પોતાનો મત આપી ૭૬.૦૫ ટકા મતદાન કર્યું હતું. અને કુલ-૨૮૫૭૬૯ મતદારો પૈકી ૨૧૭૩૪૦ મતદારોએ મત આપીને તમામ સીટો ઉપર સાંજે ૫-કલાક સુધીનું સૌથી વધુ મતદાન નોંધાવ્યું હતું.
તમામ વિધાનસભા સીટો મળીને ૨૩-બારડોલી (એસ.ટી) સંસદિય બેઠક ઉપર કુલ પુરૂષ મતદારો ૧૦૪૧૧૨૬ પૈકી ૬૫૨૯૬૪ મતદારો એ પોતાનો મત આપ્યો હતો. જ્યારે સ્ત્રી મતદારો કુલ ૧૦૦૭૨૬૩ પૈકી ૫૯૬૭૮૩ મતદારોએ પોતાના ઉમેદવારને મત આપ્યા હતા ,અન્ય ૧૯ પૈકી ૪ મતદારોએ પોતાના મત આપ્યા હતા આમ સમગ્ર ૨૩ બારડોલીના કુલ મતદારો ૨૦,૪૮,૪૦૮ પૈકી ૧૨૪૯૭૫૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૬૧.૦૧ ટકા મતદાન સાંજે ૫-૦૦ કલાક સુધી નોંધાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500