ઇટાલીથી અમૃતસર આવેલી ફ્લાઇટમાં 179 પ્રવાસીમાંથી 125 પ્રવાસી કોરોના સંક્રમિત મળી આવતા એરપોર્ટ પર હડકમ્પ મચ્યો હતો. બધા પ્રવાસીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ ઓમિક્રોનની ચકાસણી માટે મોકલાયા છે. પ્રવાસીઓએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન કર્યા હોવાના પણ સમાચાર છે આના પગલે વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. અમૃતસરના ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટે લેન્ડિંગ કર્યુ. આ ફ્લાઇટમાં ઇટલીથી પરત ફરેલા 179 પ્રવાસી હતા.આ બધા પ્રવાસીઓનો એરપોર્ટ પર આરટીપીસીઆર કરવામાં આવ્યો. તેમાથી 125 પ્રવાસીઓનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો. આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોવિડ પોઝિટિવ મળતા હલચલ મચી ગઈ હતી. બધા પ્રવાસીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાયા છે. પંજાબમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં સ્કૂલો બંધ કરી દેવાઈ છે. નાઇટ કરફ્યુ લાગ્યો છે. પંજાબમાં લોકો માંગ કરી રહ્યા છે કે રાજકીય રેલીઓને પ્રતિબંધિત કરવામાં આવે અથવા તો તેને ઓનલાઇન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીકના સમયમાં યોજાવવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application