Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણી મહિલાને ડાર્લિંગ કહો તેની આપણો સમાજ મંજૂરી આપતો નથી : કલકત્તા હાઈકોર્ટ

  • March 03, 2024 

કલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહે તો તેને યૌન ઉત્પીડનનો ગુનેહગાર ગણવામાં આવશે અને ભારતીય દંડ સંહિતાની કલમ 354એ હેઠળ તેણે જેલમાં જવું પડી શકે છે. તથા દંડ પણ ભરવો પડી શકે છે. હાઈકોર્ટની પોર્ટ બ્લેયર પીઠના જજ જસ્ટિસ જય સેનગુપ્તાએ કહ્યું કે  ભલે આરોપીએ દારૂ પીધેલો હોય કે કોઈ પણ સ્થિતિમાં હોય પરંતુ જો તેણે કોઈ અજાણી વ્યક્તિને ડાર્લિંગ કહ્યું તો તેને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો દોષિત ગણવામાં આવશે. આ સાથે જ જસ્ટિસ સેનગુપ્તાએ અરજીકર્તા આરોપી જનકરામની સજા પણ યથાવત રાખી જેમાં તેણે નશાની હાલતમાં પકડાયા બાદ એક મહિલા પોલીસ અધિકારી (ફરિયાદકર્તા)ને કહ્યું હતું કે, 'શું ડાર્લિંગ ચલણ કાપવા માટે આવી છે કે શું?' બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ મુજબ જસ્ટિસ સેનગુપ્તાએ કલમ 354એ (એક મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવી)નો ઉલ્લેખ  કરતા કહ્યું કે આરોપીની મહિલા પોલીસ અધિકારી પર  કરવામાં આવેલી ટિપ્પણી યૌન ટિપ્પણીઓના દાયરામાં આવે છે અને આ જોગવાઈ દોષિતને સજાનો હકદાર બનાવે છે.


તેમણે કહ્યું કે રસ્તા પર કોઈ અજાણી મહિલાને  પછી ભલે તે પોલીસ કોન્સ્ટેબલ કેમ ન હોય પરંતુકોઈ વ્યક્તિ દવારા ડાર્લિંગ કહીને સંબોધિત કરી શકાય નહીં. જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું કે, 'કોઈ પણ વ્યક્તિ ભલે દારૂના નશામાં હોય કે ન હોય તે કોઈ પણ અજાણી મહિલાને ડાર્લિંગ શબ્દથી સંબોધિત કરી શકે નહીં. જો તેણે આમ કર્યું તો સ્પષ્ટ રીતે તે અપમાનજનક છે અને તેના શબ્દ મૂળ રીતે એક યૌન ટિપ્પણી છે.' જો કે કોર્ટમાં આરોપીએ દાવો કર્યો હતો કે આ વાતનો કોઈ પુરાવો નથી કે તે ટિપ્પણી વખતે નશામાં હતો.  જેના પર કોર્ટે કહ્યું કે જો આરોપીએ આ શાંત અવસ્થામાં રહીને મહિલા ઓફિસર પર ટિપ્પણી કરી હોય તો અપરાધ વધુ ગંભીર બની જાય છે. જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું કે તમે કોઈ પણ રસ્તે જતી અજાણી મહિલાને ડાર્લિંગ કહો તેની આપણો સમાજ મંજૂરી આપતો નથી. અત્રે જણાવવાનું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં દોષિતને પાંચ વર્ષની જેલની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News