'સ્વચ્છતા હી સેવા'ની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૧ ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક મહાશ્રમદાન' સૂત્ર સાથે મેગા સ્વચ્છતા ઝુંબેશ યોજાશે. જેના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ્લતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન તેમજ સફળ અમલીકરણ તથા મોનીટરીંગ સંદર્ભે જિલ્લાના અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગે “સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અન્વયે દેશના તમામ ગામ તથા શહેરી વિસ્તારોને લોકભાગીદારી સાથે “એક તારીખ, એક કલાક મહાશ્રમદાન” સૂત્ર સાથે સાફ-સફાઈ અભિયાન અને સ્વચ્છતા વિષયક કાર્યક્રમો-પ્રવૃત્તિઓ યોજાશે.
જેમાં દરેક ગામમાં આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, શાળા, વિવિધ કચેરીઓના પ્રાંગણ, આસપાસના વિસ્તારો, પ્રવાસન સ્થળો, દરિયાકિનારા, ગૌ-શાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ મહાશ્રમદાન સહ મેગા સફાઈ ઝુંબેશ યોજાશે, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે. આ ભગીરથ કાર્યમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ જોડાશે. આ ઉમદા કાર્યમાં તમામ નવસારી જિલ્લાના લોકોને સ્વચ્છતા માટેની મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાનો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application