રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,ન્યુ દીલ્હી ના આદેશ અનુસાર,ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્યની સમગ્ર અદાલતોમાં વર્ષ- ૨૦૨૩ની બીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ નેશનલ લોક અદાલતનાં દિવસે સમગ્ર રાજ્યમાંથી પેન્ડીંગ ૧૭૧૦૨૨ કેસો તથા પ્રી-લીટીગેશન ૨૧૯૭૬૦ કેસો મળીને કુલ ૩૯૦૭૮૨ કેસોનો નિકાલ થયેલ છે તથા કુલ ૯૨૧.૫૪ કરોડથી વધુની રકમનાં સમાધાન થયેલ છે,જે કારણોસર કોર્ટોમાં કેસોનું ભારણ ઘટાડી શકાયું છે.
ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટ,અમદાવાદ ખાતે કુલ ૧૩૭૬૫૨ કેસોનો નિકાલ થયેલ છે જે રાજ્યની તમામ અદાલતોમાં સૌથી વધુ છે. આ ઉપરાંત,ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સુરત ખાતે કુલ ૪૬૩૮૧ કેસોનો નિકાલ થયેલ છે, જે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે.ગુજરાત હાઇકોર્ટના માનનીય કાર્યકારી ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઇન-ચીફ એ. જે. દેસાઇના કુશળ નેતૃત્વ અને સુચના મુજબ રાજ્યનાં દરેક જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષઓને નેશનલ લોક અદાલતના દિવસે વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ રાજ્યમાં આયોજીત કરવામાં આવેલ નેશનવ લોક અદાલતને ભવ્ય સફળતા પ્રાપ્ત થયેલ છે. અને, કોર્ટોમાં પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવામાં નેશનલ લોક અદાલતનાં માધ્યમ થી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,રાજ્યના ન્યાયતંત્રને મદદરૂપ થયેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500