આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાજયના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને બજાર મળી રહે તેવા આશયથી સુરત જિલ્લાના ખેતીવાડી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલશ્રીના અનુરોધને આત્મસાત કરીને ખેડુતોને બજાર વ્યવસ્થા ઉભી કરવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતેના હાટબજાર ખાતે પ્રાકૃતિક ખેતી કરતા આઠ ખેડુતો દ્વારા ઉત્પાદિત ખેતપેદાશો માટેના સ્ટોલ ઉભા કરીને વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર દોઢ કલાકમાં ભીડા, ડુંગળી, રીંગણા, કારેલા જેવા ખેડુતોએ ઉત્પાદિત કરેલી શાકભાજીનું વેચાણ થયું હતું.
જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટરએ જણાવ્યું કે, ગામદીઠ ૭૫ ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે તૈયાર કરવામાં આવ્યા છે જેના ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે તાલુકામાં યોજાતા હાટ બજારમાં અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને અલગથી ટી-શર્ટ, કેપ, આઈકાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને બજાર મળી રહે તે માટેના વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500