વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના નિર્દેશન હેઠળ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંગદાન જાગૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ‘અંગદાન સંકલ્પ દિવસ’ની ઉજવણી અંગદાનની પ્રતિજ્ઞા લઈને કરવામાં આવી હતી. જયારે ગતરોજ યોજાયેલ આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી અને તેના માટેના ફોર્મ ભરી તાપી જિલ્લાના જિલ્લા સંયોજકને મોકલવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ ડો.જ્યોતિ આર. રાવના સફળ માર્ગદર્શન હેઠળ તેમજ ડો.સ્વપ્નિલ ખેંગાર અને પ્રવૃત્તિ સમિતિની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application