Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં ચાલતાં ગેમ ઝોનને નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવા માટેનાં આદેશ

  • May 27, 2024 

રાજકોટની દુર્ઘટના બાદ વ્યારા નગરમાં પણ તંત્ર દોડતું થયું હતુ અને વ્યારા નગરમાં ચાલતાં ગેમ ઝોનનો નવો આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવા માટે તાકીદ કરી હતી. હાલ વ્યારા પંથકમાં બે સ્થળોએ ગેમ ઝોન ચાલી રહ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિ કાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા ગેમ ઝોન રાજ્ય સરકાર દ્વારા હાલ બંધ રાખવા માટે આદેશ આપ્યા છે.


ત્યારે તાપી જિલ્લામાં વ્યારા તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. જેમાં વ્યારા તાલુકાનાં માયપુર નજીક રાધે સિનેમા ગેમ ઝોન અને વ્યારાનાં રાજ મલ્ટીપ્લેક્સ સિનેમામાં પણ ગેમ રમાડવામાં આવતી હતી. જયારે વ્યારા ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધર્યું હતું. વ્યારામાં બે સંચાલકોને જ્યાં સુધી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવા માટે તાકીદ કરાઈ હતી આ ટીમનો એ ફાયર એનઓસીની સહિત લાઇસન્સ ની ચકાસણી કરી જરૂરી સુચના આપી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application