Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિમારીની હકીકત છુપાવીને વીમો લીધો હોવાનું કારણ આપીને ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વ્યાજ સહિત ચુકવવા હુકમ

  • July 05, 2023 

વીમાદારે અસ્થાની બિમારીની હકીકત છુપાવીને વીમો લીધો હોવાનું કારણ આપીને ક્લેઈમ નકારનાર વીમા કંપનીને અનફેર ટ્રેડ પ્રેકટીશ આચરવા બદલ વીમાદારનો ક્લેઈમ વ્યાજ સહિત ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.


ફરિયાદી શારદાબેન મહેશભાઈ પટેલે (રે.પટેલ ફળીયા કોસમાડી તા.કામરેજ)એ પોતાના તથા પતિ મહેશભાઈ પટેલની ચોલામંડલમ એમએસ જનરલ ઈન્સ્યુન્સ કંપનીનો રૂ.3 લાખના સમએસ્યોર્ડ ધરાવતી મેડીક્લેઈમ પોલીસી લીધી હતી.જે અમલમાં હોઈ  તા.11-5-21 નારોજ ફરિયાદીના પતિની શારીરિક તકલીફ જણાતા દિનબંધુ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જે પ્રથમ સારવારનો ખર્ચ 98,367 થયો હતો.ત્યારબાદ બીજીવાર જુન-2021માં દાખલ થઈને કરાવેલી સારવારનો ખર્ચ 42,227 થયો હતો.જેથી ફરિયાદીએ વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીએ ફરિયાદીના પતિને અસ્થમાની બિમારી પાંચ વર્ષથી હોવા છતાં વીમો લેતી વખતે બિમારી છુપાવી હોઈ નોન ડીસ્ક્લોઝરનું કારણ આપી ક્લેઈમ નકાર્યો હતો.


જેથી ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં ઘા નાંખી હતી. સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અસ્થમાની બિમારી તથા વીમાદારની સારવાર કરાવેલી બિમારી વચ્ચે કોઈ નેકસેસ નથી.વીમા કંપનીએ પુરાવા વિના મનસ્વી રીતે કારણ આપીને ક્લેઈમ નકાર્યો છે.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી વીમાદારને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત બંને ક્લેઈમની રકમ તથા અરજી ખર્ચ અને હાલાકી બદલ કુલ 6 હજાર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application