મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના લીધેલી રકમના પેમેન્ટ પેટે આપેલા 3 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હર્ષદકુમાર એ.બ્રહ્મભટ્ટે દોષી ઠેરવી એક વર્ષની કેદ તેમજ ફરિયાદીને નકારાયેલા ચેકની દોઢ ગણી રકમ વળતર પેટે ચુકવવા તથા આરોપી વિરુધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.
સુરતના ડીંડોલી ખરવાસા રોડ પર અંબિકાપાર્કમાં રહેતા ફરિયાદી વસંત રણછોડ પટેલે આરોપી સંજયકુમાર ભગવાન પટેલ (રે.કંસારાકુઈ તા.વીસનગર જી.મહેસાણા) બંને એક જ ગામના તથા મહોલ્લામાં રહેતા હોઈ મિત્રતાના સંબંધ હતા.જે સંબંધના નાતે સપ્ટેમ્બર-2018માં ફરિયાદી પાસેથી આરોપીએ બે માસમાં પરત આપવાની શરતે 3 લાખ હાથ ઉછીના લીધા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસની કાર્યવાહી દરમિયાન આરોપીના પક્ષે ફરિયાદીની ઉલટ તપાસની તકો આપવામાં આવી હોવા છતાં ઉલટ તપાસ ન કરતા હક્ક બંધ કરવામાં આવ્યો હતો.આરોપી પક્ષે કોઈ પુરાવો રજુ ન કરતાં કોર્ટે ફરિયાદપક્ષની રજૂઆતો અને રેકર્ડ પરના પુરાવો માન્ય રાખ્યા હતા.કોર્ટે આરોપી સંજયકુમાર પટેલને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી સજાના અમલ માટે પકડ વોરંટ ઈસ્યુ કરવા નિર્દેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025