વીમાદારના ફોનના ગુગલટાઈમ મુજબ વીમાદાર હોસ્પિટલને બદલે ગામમાં હાજર હોવાનું કારણ આગળ ધરીને ક્લેઈમ નકારનાર વીમા કંપનીની અનફેર ટ્રેડ પ્રેકટીશ બદલ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત ક્લેઈમની કુલ રૂ.35,887 તથા ફરીયાદખર્ચ હાલાકી બદલ રૂ.9 હજાર ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.
પુણાગામ સ્થિત સરગમ સોસાયટીમાં રહેતા ફરિયાદી રત્નકલાકાર પરેશ પરસોત્તમ સાવલીયા ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની રૂ.3 લાખની સમ એસ્યોર્ડની મેડીક્લેઈમ પોલીસી લીધી હતી.જે અમલમાં હોવા દરમિયાન તા.26-11-21ના રોજ ફરિયાદીની તબિયત બગડતા સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.જ્યાં એક્યુટ ગેસ્ટ્રોન્ટાઈટીસની બિમારીનું નિદાન તથા સારવાર કરાવતા ફરિયાદીને કુલ 35,887નો ખર્ચ થયો હતો.જેથી ફરિયાદીએ વીમા કંપની સમક્ષ ક્લેઈમ કરતાં વીમા કંપનીએ માર્ચ-2022માં પોલીસી ભંગ બદલ ક્લેઈમ નકારી કાઢ્યો હતો.વીમા કંપનીએ વીમાદાર સારવાર દરમિયાન ગુગલ ટાઈમલાઈન મુજબ હોસ્પિટલમાં નહીં,ગામમાં હાજર હોવાનું જણાવી ફરિયાદી પર ફ્રોડનો આક્ષેપ મુકીને ક્લેઈમ રદ કર્યો હતો.જેથી વીમાદાર પરેશ સાવલીયાએ નરેશ નાવડીયા મારફતે વીમા કંપનીની અનફેર ટ્રેડ પ્રેકટીશ બદલ ખોટા કારણોસર નકારેલો ક્લેઈમ વ્યાજ સહિત વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે ફરિયાદીનો ફોન 365 દિવસ અને 24 કલાક તેમના કબજામાં હોય તે જરૃરી નથી.ફોન કઈ જગ્યાએ છે તેના પરથી ફરિયાદીની શારીરિક હાજરીનું સચોટ અનુમાન લગાવી શકાય નહીં.ફરિયાદીના ફોનનો તેમના પત્ની પણ ઉપયોગ કરતાં હતા.જેને કોર્ટે માન્ય રાખી વીમા કંપનીને વ્યાજ સહિત વળતર ચુકવવા હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application