Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણામાં કોરોનાના કહેરથી હાહાકાર, પાંચ જિલ્લામાં સ્કૂલ, કોલેજ બંધ કરવાનો આદેશ

  • January 03, 2022 

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે. તે સિવાય કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. સરકારની નવી ગાઇડલાઇન અનુસાર રાજ્યના 5 જિલ્લાઓમાં શાળા-કોલેજો,થિયેટરો બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1596 થઈ છે. દેશમાં હવે કોરોનાના 1 લાખ 4 હજાર 781 એક્ટિવ દર્દીઓ થયા છે.


હરિયાણાની સરકારે નિર્ણય લીધો છે કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં સિનેમા હોલ, થિયેટર્સ, સ્કૂલ, કોલેજ, જિમ બંધ કરવામાં આવે. આ પ્રતિબંધો 12 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. તે સિવાય હરિયાણા સરકારે વેક્સિન પણ ફરજિયાત કરી છે અને વેક્સિન નહી લીધી હોય તો કોઇ પણ સેવા નહી આપવાની અપીલ કરી છે.હરિયાણા સરકારે વધતાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામ, ફરીદાબાદ, અંબાલા, પંચકુલા અને સોનીપતમાં સિનેમા હોલ, થિયેટર, શાળા, કોલેજ, જીમ વગેરે બંધ કરવાનાં આદેશ આપ્યા છે. સરકારી અને ખાનગી કચેરીઓ 50% કર્મચારીઓની હાજરીમાં કામ કરશે. આ પ્રતિબંધ 12 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.


વાસ્તવમાં હરિયાણા સરકારે કોરોના મહામારીને રોકવા પાંચ જિલ્લામાં સિનેમા હોલ, થિયેટર્સ, સ્કૂલ, કોલેજ, જિમ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તે સિવાયના જિલ્લાઓમાં સિનેમા હોલ, જિમ ખોલવાની 50 ટકા કેપિસીટી સાથે મંજૂરી આપવામાં આવી છે. લગ્નસમારંભ અને અન્ય કાર્યક્રમોમાં ફક્ત 10 લોકો એકઠા થવાની મંજૂરી અપાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application