Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના આઠ મોટા શહેરોમાં નોંધાયેલા ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ

  • May 30, 2024 

રાજકોટના TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોના મોત બાદ સરકાર સફાળી જાગી છે. ગુજરાત સરકારે રાજ્યના આઠ મોટા શહેરોમાં તમામ 101 નોંધાયેલા ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે.મીડિયાના અહેવાલ મુજબ, રાજકોટની દુર્ઘટના બાદ તમામ ગેમિંગ ઝોનની સંપૂર્ણ તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અનેક સુરક્ષા ઉલ્લંઘનો થયા હોવાનું બહાર આવ્યું છે.


ગુજરાતના તમામ મોટા શહેરોના 101 ગેમિંગ ઝોનમાંથી 20ને ફાયર વિભાગ તરફથી બિલ્ડિંગ યુઝ અંગેની પરવાનગી અને NOC સહિતની જરૂરી મંજુરીઓના અભાવે કાયમી ધોરણે સીલ કરવામાં આવ્યા છે. બાકીના 81 ગેમિંગ ઝોનને જ્યાં સુધી વધુ સલામતીની ખાતરી આપવામાં ન આવે ત્યા સુધી “હંગામી ધોરણે બંધ” કરવામાં આવ્યા છે .તમામ મોટા શહેરોમાં સૌથી વધુ ગેમિંગ ઝોન રાજકોટમાં બંધ કરવામાં આવ્યા છે, જ્યાં 12 માંથી આઠ ઝોન સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પાંચ, જૂનાગઢમાં ચાર અને ભાવનગરમાં ત્રણ ગેમિંગ સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. વડોદરામાં 11 ઇન્ડોર સહિત 16 ગેમિંગ ઝોન હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. શહેરના ચીફ સિવિક અધિકારીએ જણાવ્યું હતું કે આ ગેમિંગ ઝોનને નોટિસ ફટકારવામાં આવી છે અને સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા પછી તેને ફરીથી ખોલી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application