Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat: ક્લેઈમની રકમ ખોટી રીતે કાપી લેનાર વીમા કંપનીને વ્યાજ સહિત વળતરનો હુકમ

  • July 05, 2023 

આંખની સર્જરીનો કુલ ક્લેઈમની રકમ ખોટી રીતે કાપી લેનાર વીમા કંપનીને ગ્રાહક સેવામાં ક્ષતિ બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કાપી લીધેલી 1.08 લાખ તથા ફરિયાદખર્ચ અને હાલાકી બદલ 5 હજાર વીમાદારને ચુકવવા હુકમ કર્યો છે.


સુમુલડેરી ખાતે નીલકંઠ સોસાયટીમાં રહેતા ફરિયાદી મયુરકુમાર બી.જોશીએ નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીની રૂ.3 લાખના સમ એસ્યોર્ડ તથા 50 હજાર બોનસ સહિત કુલ 3.50 લાખની વીમા પોલીસી ઉતરાવી હતી.જે અમલમાં હોવા દરમિયાન તા.3-2-20ના રોજ ફરિયાદીને આંખમાં ઓછું દેખાતાં ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી.જેનો કુલ ખર્ચ રૂ.2.30 લાખ થતાં ફરિયાદીએ કરેલા કુલ ક્લેઈમમાંથી વીમા કંપનીએ માત્ર 1.19 લાખ મંજુર કરી બાકીની રૂ.1.10 લાખ કાપી લીધી હતી. જેથી ફરિયાદીએ  કમલ અસારાવાલા મારફતે વીમા કંપની વિરુધ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે વીમા કંપનીએ કઈ  પોલીસી શરતને  હેઠળ કયા કારણોસર કપાત કરી છે તે જણાવ્યું નથી.જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી વીમા કંપનીએ કરેલી 1.10 લાખની કપાતમાંથી 1.08 લાખ ખોટી રીતે કાપી લીધી હોઈ વ્યાજ સહિત વીમાદારને ચુકવવા નિર્દેશ આપ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application