વીમાદારનો મેડી ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર વીમા કંપનીને વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત રૃ.14હજાર તથા અરજી ખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર વીમાદારને ચુકવી આપવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ પી.પી.મેખિયા તથા સભ્ય પુર્વીબેન જોશી,ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.
ઉધના ખાતે વિનોબાનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી હેમંત અનીલ મહાજને આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોતાના તથા પરિવારના સભ્યનો કુલ રૃ.4લાખની સમ એસ્યોર્ડ ધરાવતી મેડી ક્લેઈમ પોલીસી લીધી હતી. ફરિયાદીના પુત્રને તા.30-11-2020ના રોજ તબિયત બગડતા ચિલ્ડ્રન હોસ્પિટલમા દાખલ કરાતા એકટીવ એસ્યોર સેઝ્યુરની સારવાર પેટે રૃા.14,040નો ખર્ચ થતા ક્લેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ફરિયાદીના પુત્રને અગાઉની બિમારી છુપાવી હોઈ પોલીસી શરતના ભંગ બદલ વીમા કંપનીએ ક્લેઈમ નામંજુર કરતા નરેશ નાવડીયા મારફતે ગ્રાહક અદાલતમાં અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી હોવાનું જણાવી ફરિયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application