Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી ખાતે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું

  • June 29, 2024 

દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થયેલી છે. સુરતના પલસાણામાં 3.2 ઈંચ જેટલો વરસાદ થયો છે. રાજયમાં સરેરાશ 152 તાલુકાઓમાં વરસાદ થયો છે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિકોએ કહયું હતું કે, રાજયમાં તારીખ 29મી જૂનનાં રોજ સુરત, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી ખાતે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી અને રાજકોટ ખાતે ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે.


મધ્યગુજરાતની ઉપર સાયકલોનિક સરકયૂલેશનની અસર હેઠળ આ ચોમાસુ સિસ્ટમ સક્રિય થયેલી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, રાજયમાં દિવસ દરમ્યાન સુરત, વલસાડ, નવસારી, તાપી, બોટાદ, અમદાવાદ તથા ગીર સોમનાથમાં ભારે વરસાદ થયો છે. જેમાં પલસાણામાં 3.2 ઈંચ, વલસાડના ઉમરગામમાં 2.8 ઈંચ, ખેરગામમાં 2.6 ઈંચ, નવસારીમાં 2.5 ઈંચ, તાપીના વાલોડમાં 2.4 ઈંચ, બોટાદમાં 2.4 ઈંચ, ગણદેવીમાં 2.3 ઈંચ, જલાલપોરમાં 2 ઈંચ, ચીખલીમાં 2 ઈંચ, સુરત મહુવામાં 1.8 ઈંચ, વ્યારામાં 1.8 ઈંચ, બાવળામાં 1.6 ઈંચ સુત્રાપાડામાં 1.6 ઈંચ જેટલો વરાસદ થયો હતો. એકંદરે 29 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કાલકની અંદર રાજયમાં સરેરાશ 114 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application