Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, જાણો કયા છે આ સાત જિલ્લાઓ...

  • September 01, 2024 

રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે 11 જિલ્લામાં અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવ તાલુકામાં વરસાદ ખાબક્યો છે.


જેમાં સુરત સિટીમાં 24 મિ.મી., ભાવનગરમાં 15 મિ.મી., જામનગરના જોડિયા અને સાબરકાંઠાના પોશીનામાં 7 મિ.મી., સુરતના બારડોલીમાં 3 મિ.મી., વલસાડના વાપીમાં 2 મિ.મી., પોરબંદરના રાણાવાવ, મોરબી, વડોદરાના શિનોરમાં 1-1 મિ.મી. વરસાદ ખાબક્યો છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત મોટાભાગના સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તારીખ 03 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટે, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


આ સિવાયના 13 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 04 સપ્ટેમ્બરના દિવસે રાજ્યના 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 13 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, 05 સપ્ટેમ્બરે માત્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News