હાઇ પ્રોફાઇલ આર્મ્સ ડિલર સંજય ભંડારીએ દિલ્હી હાઇકોર્ટમાં કાળા નાણાંના કેસમાં પોતાને ભાગેડું જાહેર કરવાની માંગ કરતી ઇડીની અરજીનો વિરોધ નોંધાવ્યો છે. ભંડારીએ પોતાની અરજીમાં દાવો છે કે, તેનું બ્રિટનમાં રહેવું કાયદેસર છે કારણકે ભારતમાં પ્રત્યાર્પણની અરજી લંડનની હાઇકોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ૧૧ એપ્રિલે ઇંગ્લેન્ડની કોર્ટે કરોડો રૂપિયાના ચોખા ખરીદવાના કૌભાંડમાં અન્ય આરોપીને ભારત લાવવાની ભારત સરકારની માગ ફગાવી દેતા ભંડારીના કેસમાં લંડન હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર તાજેતરમાં બેલ્જિયમમાં ધરપકડ કરાયેલા ભાગેડુ હીરાના ભારતીય વેપારી મેહુલ ચોકસીએ પણ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભારતમાં પોતાના પ્રત્યાર્પણના વિરોધમાં લંડન હાઇકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા વિરુદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ચાલી રહેલી તપાસમાં ભંડારીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફેબુ્રઆરીમાં લંડનની હાઇકોર્ટ ઓફ જસ્ટીસે ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ સંજય ભંડારીની અરજીને મંજૂરી આપતા જણાવ્યું હતું કે તિહાર જેલમાં તેની સાથે જોરજુલમ થવાનો ખતરો છે. આ ઉપરાંત જેલના અધિકારીઓ અને જેલના અન્ય કેદીઓ સાથે હિંસાનું જોખમ રહેલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application