ગ્રામ્ય નારીઓને ‘આત્મનિર્ભર’ બનાવતા ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યક્ર્મ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. આહવાના ડાંગ સેવા મંડળના પટાંગણમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM દ્વારા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના પસંદગીના ૨૧ જેટલા સખી મંડળો દ્વારા તા.૨૬/૧૧/૨૦૨૧ સુધી આયોજીત આ પ્રાદેશિક મેળામા સ્થાનિક ભોજન ઉપરાંત વિવિધ નાસ્તા, પરંપરાગત વાનગીઓ સહિત ફાસ્ટ ફૂડ, નાગલી-મશરૂમ અને ચોખાની વિવિધ વાનગીઓ, નાગલી અને ચોખાના વિવિધ ઉત્પાદનો, દેશી અનાજ, કઠોળ, સ્થાનિક મસાલા, વાંસનુ અથાણું, કાજુ, મધ, અને વાંસના રમકડાં, શો પીસ, હેંડીક્રાફ્ટની વિવિધ બનાવટો સહિત ખાણીપીણીના સ્ટોલ્સ રજૂ કરાયા છે.
ડાંગ જિલ્લા વિકાસ અધિકારી-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.એન.ચૌધરી તથા તેમની ટિમ દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનુ ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ તથા ધારાસભ્યના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ. આ વેળા ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષઓ, સદસ્યો, સખી મંડળની બહેનો, સંબંધિત વિભાગોના અધિકારી, કર્મચારીઓ, તથા નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500