Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબીની કામગીરી : ડોલવણમાંથી બે જુદીજુદી કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે ચાર જણા પકડાયા, બે વોન્ટેડ

  • January 21, 2023 

મનિષા સુર્યવંશી / વ્યારા : તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારે સાંજનાં સમયે અલગ-અલગ ખાનગી વાહનોમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે સફેદ કલરની કારની ડીકીમાં દમણથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ થઈ વાંસદા વઘઈ થઈ ભેંસકાતરી રોડ પરથી ડોલવણનાં ચાકધારા પાટીયાથી વ્યારાથી સુરત જનાર છે.



જે બાતમીનાં આધારે LCB પોલીસ સ્ટાફનાં માણસો ચાકધારા ગામની સીમમાં જંગલખાતાનાં ચેકપોસ્ટ નજીક રોડની આસપાસ અલગ-અલગ ટીમો બનાવી બંને કારની વોચમાં ઊભા હતા. તે દરમિયાન ભેંસકાતરી તરફથી બાતમીવાળી એક સફેદ કલરની સીટ્રોન C3 કાર નંબર GJ/05/RQ/7322ને આવતા જોઈ પોલીસે આયોજન પૂર્વક કારને રોકી લીધી હતી. ત્યારબાદ પોલીસે કારમાં સવાર ચાલકનું નામ પૂછાતા તેણે પોતાનું નામ, ચંદ્રેશભાઇ ગોરધનભાઈ પરમાર તથા બાજુમાં બેસેલ ઈસમનું નામ સાગરભાઇ દશરથભાઈ ભીસે બંને રહે.સાંઈકૃપા એપારમેન્ટ, પોલીસ હેડ ક્વાર્ટર્સ રોડ, અબ્રામા, જિ.વલસાડ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને ઇસમોને કારમાંથી નીચે ઉતારી કારમાં તપાસ કરતાં કારની પાછળ ડીકીનાં ભાગે અલગ-અલગ બ્રાન્ડને ઈંગ્લીશ દારૂની છૂટી નાની મોટી બોટલો મળી આવી હતી.




ત્યારબાદ બાતમીવાળી બીજી કાર રેનોલ્ટ કિગર કાર નંબર GJ/05/RN/3160ને ભેંસકાતરી તરફથી આવતાં પોલીસ સ્ટાફનાં માણસોએ તેને રોકી લઇ કારમાં સવાર બંને ઈસમોનાં નામ પૂછતા ચાલકે પોતાનું નામ વિષ્ણુભાઈ પુંડલીકભાઈ મહાલે (રહે.કોળીવાડ, પાણીની ટાંકી પાસે, હાલર ગામ તા.જિ.વલસાડ) તથા બાજુમાં બેસેલ 17 વર્ષીય ક્લીનર સવાર હતો.





પોલીસે કારના પાછળના ભાગે આવેલ ડીકીમાં તપાસ કરતા ડીકી માંથી અલગ-અલગ બ્રાન્ડનાં ઈંગ્લીશ દારૂની છૂટી નાની મોટી બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને કાર લઈ દમણથી નીકળી સેલવાસ, રાંધા, ધરમપુર, વાંસદા, વઘઈ થઈ ભેંસકાતરી રોડ થઈ વ્યારા થઈ સુરત ધુલીયા હાઇવે પર આવી પલસાણા ડીંડોલી થઈ સુરત ખાતે હરિઓમ ઉર્ફે લાલુને ઈંગ્લીશ દારૂનો જથ્થો પહોંચવાનો હતો.





આ દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર જાવેદ (રહે.દમણ) જેના પુરા નામઠામની ખબર નથી. આમ, પોલીસે અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની કુલ 205 બોટલો જેની કિંમત રૂપિયા 69,500/-, 2 કાર જેની કિંમત રૂપિયા 10 લાખ અને 5 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 65,000/- મળી કુલ રૂપિયા 11,34,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપી પાડેલ એક સગીર સહીત 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દારૂ મંગાવનાર અને દારૂનો મુદ્દામાલ પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application