Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ ટીમની કામગીરી : ઉચ્છલના સાકરદા પાસેથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે ૧ ઝડપાયો, ૨ વોન્ટેડ

  • December 07, 2022 

ઉચ્છલના સાકરદા ગામની સીમમાંથી તાપી પોલીસ દ્વારા એક કારમાંથી ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી પાડી ૨ કસુરવારોને વોન્ટેડ જાહેર કર્યા હતા.




ઉચ્છલ તાલુકાના સાકરદા રેલ્વે ફાટક પાસે, નેશનલ હાઇવે નંબર ૫૩ ના ઓવર બ્રીજ નીચે વાહન ચેકિંગમાં હાજર હતા.

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીનાઓ દ્વારા વિધાનસભા ચુંટણીની ટુંક સમયમાં મતગણતરી હોય, પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ પીઆઈ આર.એમ.વસૈયા, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના પોલીસ માણસો સાથે ઉચ્છલ તાલુકાના સાકરદા રેલ્વે ફાટક પાસે, નેશનલ હાઇવે નંબર ૫૩ ના ઓવર બ્રીજ નીચે વાહન ચેકિંગમાં હાજર હતા.



 ૨ આરોપીઓને પોલીસ તપાસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ઉચ્છલ તરફથી એક સીલ્વર કલરની હુન્ડાઇ વેરના કાર નંબે જીજે/૦૧/કેક્યુ/૨૯૪૩ ની આવતા ચેકિંગ માટે તે કારને પોલીસના માણસોએ સાઇડમાં કરાવી ચેક કરતા કારની પાછળની સીટના ભાગે તથા ડીકીમાં ખાખી કલરના પુંઠાના બોક્ષમાં દેશી દારૂ સુગંધી સંત્રા ભરેલ હોય આરોપીઓ- ફીલીપ અગરીયાભાઇ ગામીત (ઉ.વ.૨૮) રહે. હાલ-મચ્છી માર્કેટ, સોનગઢ, તા.સોનગઢ મુળ રહે.કુવા ફળીયુ, ચોરવાડ, તા.સોનગઢ, જી.તાપી નાઓને પોતાના કબ્જાની હુન્ડાઇ વેરના કારમાં આશરે કિં.રૂ! ૨,૦૦,૦૦૦/- નીમાં ભારતીય બનાવટનો દેશી દારૂ સુંગધી સંત્રા દારૂની, કંપની સીલબંધ નાની કુલ બોટલો નંગ-૧૯૨૦ જેની કુલ કિં.રૂ! ૯૬,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૧, આશરે કિં.રૂ! ૫૦૦૦/- મળી કુલ્લે રૂ! ૩,૦૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જોકે ૨ આરોપીઓને પોલીસ તપાસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.



કામગીરી કરનાર તાપી પોલીસ સ્ટાફ

પીઆઈ આર.એમ.વસૈયા, એલ.સી.બી. તાપી તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ જોરારામ,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ રામાભાઇરવિન્દ્રભાઇ મહેન્દ્રભા તેમજ પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ બીપીનભાઇ રમેશભાઇ, લેબજીભાઇ પરબતજીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ સેવજીભાઇ તથા રાહુલભાઇ દિગંબરભાઇ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application