સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે નડિયાદ ડાકોર રોડ આડીનાર ચોકડી પરથી વિદેશી દારૂ ભરીને જતી ઇનોવા કારને ઝડપી પાડી કુલ રૂપિયા ૧૧,૩૧,૨૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે, આડીનાર ચોકડી પરથી વિદેશી દારૂ ભરેલ ઇનોવા ગાડી પસાર થનાર છે. જેથી પોલીસે આડીનાર ચોકડી પર વોચ ગોઠવી હતી આ દરમિયાન પુરઝડપે આવતી ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડી હંકારી મૂકી હતી.
પોલીસે ગાડીનો પીછો કરી ઝડપી પાડી ગાડીના ચાલકની પૂછપરછ કરતા કરણ ઉર્ફે રવિસિંહ સિસોદિયા (રહે.કપૂર વટોક વાડા જિલ્લા ઉદયપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આ ઇનોવા કારની તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ ૧૮૩૦ કિંમત રૂપિયા ૩,૩૧,૨૩૦/-નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ તેમજ ઇનોવા ગાડી કિંમત રૂપિયા ૮ લાખની મળી કુલ કુલ રૂપિયા ૧૧,૩૧,૨૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાડીના ચાલકની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ વાલસી રાજપુત (રહે.ઉદેપુર) સોનુ પંજાબી (રહે.વડોદરા)ને પહોંચાડવા ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે એસએમસીની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે કરણ ઉર્ફે રવિ સિંહ સિસોદિયા, વાલસી રાજપુત (રહે.ઉદેપુર, રાજસ્થાન) દિનેશ સિંહ રાઠોડ (રહે.ખેરવાડા, રાજસ્થાન) સોનુ પંજાબી (રહે.બરોડા) તેમજ કલિન્દરસિંહ રાજપુત ક્લીનર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500