સોનગઢનાં ઓટા ખાતે ભેંસ ભરી લઈ જતા ચાર ટ્રક સાથે આઠ ઈસમો સાથે રૂપિયા 52.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જયારે પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચાર ટ્રકોમાં વગર પાસ પરમિટે કેટલાક ઈસમો ભેંસો ખીચો ખીચ કુર્તાપૂર્વક ભરીને મહારાષ્ટ્ર રાજ્યમાં લઈ જનાર છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ઓટા ગામની સીમમાં ત્રણ રસ્તા પાસે વોચમાં ઊભા હતા.
તે સમયે ચારેય ટ્રક જેમાં ટ્રક નંબર GJ/01/KT/5588, બીજી ટ્રક નંબર GJ/01/KT/5597, ત્રીજી ટ્રક નંબર GJ/27/TD/7304 અને ચોથી ટ્રક નંબર GJ/16/AU/6243ને આવતા જોઈ પોલીસે ચારેય ટ્રક ઉભા રખાવી ટ્રકની અંદર તપાસ કરાવતા ટ્રકમાંથી ખીચો ખીચ કુલ 69 ભેંસો ભરી મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવી રહી હતી. ત્યારબાદ પોલીસે ચારે ટ્રકના ચાલક અને ક્લીનરનાં નામ પૂછતા ઈદ્રીશ ઉર્ફે બેરો હફીફ મિયા મલેક (રહે.આણંદ), શરીફ મજન હુસૈન શેખ (રહે.સતલાસણા, જી.મહેસાણા), જાવેદ મહેબૂબ શેખ (રહે.લુણવા, તા.ખેરાલુ, જી.મહેસાણા), ઈરફાન મહમદ ઢેફા પટેલ (રહે.ચનચવેલ, તા.વાગરા, જી.ભરૂચ), અહેમદ ખાન બાગેખાન બલોચ (રહે.સિધ્ધપુર, પાટણ), ફિરોઝ ખાન ઇમામ ખાન બલોચ (રહે.સિધ્ધપુર, પાટણ), રઝાક મિયા સત્તાર મિયા મલેક (રહે.આણંદ) અને ઇમરાન પીર મહમદ દિવાન (રહે.આણંદ)નાઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે ચાર ટ્રકોમાંથી મળી આવેલ કુલ 69 ભેંસો જેની કિંમત રૂપિયા 17.25 લાખ, ચાર ટ્રકો જેની કિંમત રૂપિયા 35 લાખ અને 7 નંગ મોબાઈલ તેમજ રોકડ રૂપિયા 42,00 મળી કુલ રૂપિયા 52,59700/-નો મુદ્દામાલ કબ્જે ઝડપાયેલ તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ ભેંસો ભરી આપનાર અને મંગાવનાર મળી કુલ પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500