સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપના માણસોએ સોનગઢના નાની ભૂરવણ ગામે દરોડા દરોડા પાડી રૂ. 62 હજારનો ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે એક આરોપીને પાડ્યો હતો જયારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે,
મળતી માહિતી અનુસાર સુરત રેંજ આઈજીની ટીમ ઓપરેશન ગૃપના માણસોએ તા.1લી સપ્ટેમ્બર નારોજ મળશ્કે આશરે 4 વાગે સોનગઢ તાલુકાના નાની ભૂરવણ ગામે લીંબુબેન શંકરભાઈના ઘરે દરોડા પાડ્યા હતા.
જેમાં વિજયભાઈ લીમજીભાઈ ગામીત રહે,મેઢસિંગી,પાડાર ફળિયું તા.સોનગઢ નો ઈંગ્લીશદારૂ સગેવગે કરતો આબાદ ઝડપાઈ ગયો હતો. પૂછપરછમાં આરોપીએ પોતાની ફન્ટી ગાડીમાં નવાપુર એમડી વાઈનશોપ માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કુલ બાટલી નંગ 1248 જેની કી.રૂ.62,400/- નો મુદ્દામાલ ભરી લાવ્યો હતો અને નાની ભૂરવણ ગામે પોતાની ફોઈ લીંબુબેન ના ઘરની પાછળના ભાગે પતરાના ખુલ્લા શેડમાં દારૂનો જથ્થો ઉતારી તેને સગેવગે કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવમાં ઓપરેશન ગૃપ સુરત વિભાગના હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે વિજયભાઈ ગામીત વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી એમડી વાઈનશોપના માલિકને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500