ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી ફર્સ્ટ ફ્લાઇટ 212 ભારતીયોને લઇને ભારત પરત ફરી છે. ઇન્ડિયામાં આવતા જ એરપોર્ટ પર આ તમામ લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તમામ ભારતીયોએ ઇન્ડિયન ગર્વમેન્ટનો આભાર માન્યો હતો.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ પર ઉતરેલા મુસાફરો પૈકીના એકે ANI સાથે વાત કરતા જણાવ્યુ હતું કે આ પહેલીવાર છે જ્યારે અમે ત્યાં આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમને લાવવા માટે અમે ભારત સરકાર, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ આભારી છીએ. આશા રાખીએ છીએ કે ઇઝરાયલમાં જલ્દીથી શાંતિ સ્થપાય જેથી અમે કામ પર પરત ફરી શકીએ.
અન્ય એક ભારતીય મહિલા કે જેઓ કૃષિ સંશોધક છે. તેઓ તેમના પતિ સાથે ઇઝરાયેલમાં પોસ્ટડોક્ટરેટ અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ પણ પોતાના 5 મહિનાના પુત્રને લઇને રાજધાની દિલ્હી આવ્યા હતા. તેમના ચહેરા પર ખુશી છલકાતી હતી. તેણ જણાવ્યું કે અમે ત્યાં સેફ હતા પરંતુ પુત્રને કારણે અમે ભારત પાછા આવવાનું નક્કી કર્યું. તેણે હમાસ હુમલાનું વર્ણન કરતા જણાવ્યું કે 7 ઓક્ટોબરની વહેલી સવારે જ્યારે હમાસના આતંકવાદીઓ ગાઝા સરહદેથી ઘૂસી ગયા અને ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે એક સાયરન સંભળાયું. અમે સૂઇ રહ્યા હતા અને લગભગ 6:30 વાગ્યે, ત્યાં સાયરન વાગ્યું. બે વર્ષથી અમે ત્યાં હતા ત્યારે અમે આટલી અરાજકતાનો અનુભવ કર્યો ન હતો. અને મારા પુત્ર સાથે આ સ્થિતિમા રહેવુ મુશ્કેલ હતું. હું એક આશ્રયસ્થાનમાં દોડી ગઈ અને બે કલાક સુધી ત્યાં જ રહી હતી.
ભારત પરત ફરેલા અન્ય એક વ્યક્તિએ 'ઓપરેશન અજય'ને "ખૂબ જ ઉત્તમ" અને "સફળ" ગણાવ્યું. તેણ કહ્યું કે હું તલ અવીવમાં ભારતીય દૂતાવાસનો આભાર માનું છું. તેઓ ઇઝરાયેલમાં તેમના નાગરિકો માટે દર વખતે ટેકો આપે છે અને આ પરિસ્થિતિમાં અમને ખૂબ સારી રીતે ટેકો આપ્યો. અમે પોર્ટલ પર નોંધણી કરાવી હતી. જ્યારે અમને ખબર પડી છે અમારી ભારત જવાની ફ્લાઇટ છે, તમે ભારત જઇ શકો છો. આ સાંભળીને ખુશીનો પાર ન રહ્યો. અમે અહીં આવીને ખૂબ ખુશ છીએ. ભારત પાછા લાવવા માટે ભારત સરકારનો ખૂબ આભાર.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500