Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના માત્ર ૬ કેસ એક્ટિવ, રવિવારે એકપણ નવો કેસ નોંધાયો નથી

  • June 20, 2021 

તાપી જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં રવિવારે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જેને લઇ લોકો અને આરોગ્યતંત્રએ રાહતના શ્વાસ લીધો છે. આજે વધુ ૧ દર્દીએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી છે.જિલ્લામાં હવે માત્ર ૬ કેસ એક્ટિવ છે. 

 

 

 

 

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ૫૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૭૭ કેસો નોંધાઈ ચુક્યા છે.અત્યાર સુધી કુલ ૩૭૪૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application