તાપી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના માત્ર ૩ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ ૪૫ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.૧લી જુન ના રોજ જિલ્લાના સોનગઢના ડોસવાડા ગામના ગાયવાડા ફળીયામાં ૩૩ વર્ષીય પુરુષ, નિઝરના વાંકામાં ૮૮ વર્ષીય પુરુષ અને ૪૫ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૪૫ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૭૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૮૧૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.
વાલોડ તાલુકાના રાનવેરી ગામની ૫૦ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૯ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૩ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500