તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવના માત્ર ૨ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૯ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી છે. હાલ ૩૮ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.૨જી જુન ના રોજ જિલ્લાના સોનગઢના ઉકાઈ વર્કશોપમાં ૩૭ વર્ષીય મહિલા અને વાલોડના ચાર રસ્તા પાસે ૪૨ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૪૭ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૮૬ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૮૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૯ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૩ દર્દીઓના મોત નિપજ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500