તાપી જિલ્લામાં શુક્રવારે સાંજ સુધી કોરોનાનો માત્ર ૧ કેસ સામે આવ્યો છે. જોકે ૧ દર્દીએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી હતી. હવે જિલ્લામાં માત્ર ૩ કેસ એક્ટિવ છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ ૨૫મી જુનના રોજ જિલ્લાના માત્ર વાલોડના ગોડધા ગામના હળપતિવાસમા ૬૦ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે ૧૦૧ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૮૦ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૫૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application