સુરત જિલ્લામાં મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના ૦૩તાલુકામાં ઝુમ એપ્લિકેશન દ્વારા આર્થિક તાલીમ સંદર્ભે કિચન ગાર્ડનની ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહિલાઓને પોતાના વાડામાં કિચન ગાર્ડન બનાવવાની પદ્ધતિ અને તેનો ઉછેર કરી બિયારણની પસંદગી, ગુણવત્તાયુક્ત બિયારણ દ્વારા સારૂ ઉત્પાદન મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પદ્ધતિસર કિચન ગાર્ડનિંગ કરવાથી પોતાના પરિવાર માટે શુદ્ધ અને સ્વચ્છ શાકભાજી ઉછેરી શકાય છે, જે કેમિકલમુક્ત, જંતુનાશક દવારહિત અને સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આ ઉપરાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોને બિયારણ આપવાની ખાત્રી આપવામાં આવી હતી. ઓનલાઈન તાલીમમાં સુરત જીલ્લાના માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના ૧૮૫ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમનું સફળ આયોજન મહિલા સામખ્યના જિલ્લા સંકલન અધિકારી શ્રીમતિ મનિષાબેનના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500