Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ઉપલબ્ધ ઓનલાઈન સેવાઓ

  • November 20, 2022 

ગુજરાતને આંગણે આવી પહોંચેલા લોકશાહીના મહા ઉત્સવના અવસર વેળાએ, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના સાચા રખેવાળ એવા મતદારો માટે વિવિધ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે. જેના ઉપર એક નજર કરી લઈએ.



વોટર હેલ્પલાઈન મોબાઈલ એપઆ એપ દ્વારામતદાર નોંધણી, મતદાર યાદીમા નામ તથા વિગતની ચકાસણી, ફેરફાર માટેની અરજી આપી શકાય છે,મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેની અરજી,નવા મતદાર ફોટો ઓળખપત્ર માટેની અરજી,મતદાર યાદીમા આધાર નંબર લીંક કરવા માટેની અરજી આપી શકાય છે,બી.એલ.ઓ. તથા મતદાન મથક અંગેની માહિતી, અને ચૂંટણી, ઉમેદવારો, રાજકિય પક્ષો, E.V.M, ચૂંટણીના પરિણામો,જેવી વિવિધ માહિતી મેળવી શકાય છે.




વેબસાઈ

મોબાઈલ એપમા મળતી બધી જ સુવિધાઓ વેબસાઈટ મારફત કે ડેસ્કટોપ અને લેપટોપ મારફત મેળવવા માટે N.V.S.P. પોર્ટલ (www.nvsp.in) અથવા વોટર પોર્ટલ (www.voter portal.eci.gov.in) વેબસાઈટનો ઉપયોગ કરી શકાય છે.



PwDએપ

આ દિવ્યાંગ મતદારો માટેની ખાસ એપ છે. આ એપ દ્વારા દિવ્યાંગ મતદારો ઉપર જણાવ્યા પ્રમાણેની દરેક સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત એપના માધ્યમથી તેઓ મતદારયાદીમા પોતાનો દિવ્યાંગ તરીકે માર્ક કરાવી શકે છે. મતદાનના દિવસે વ્હીલચેર અથવા ટ્રાન્સપોર્ટની સુવિધા માટે રિકવેસ્ટ મુકી શકે છે. ચૂંટણીલક્ષી સેવાઓ મેળવવા માટે પોતાના B.L.O. નો માર્ક કરવા માટેનો સંદેશો મુકી શકે છે.



૧૯૫૦- હેલ્પલાઈન

કોઈ પણ મતદાર, મતદારયાદીની અથવા મતદાર ફોટો ઓળખપત્રને લગતી મુશ્કેલી, પ્રશ્ન કે જાણકારી માટે ૧૯૫૦ નંબર ઉપર નિ:શુલ્ક ફોન કરીને માહિતી મેળવી શકે છે. આ માટે ૧૯૫૦ ની આગળ જે તે જિલ્લાનો STD કોડ ડાયલ કરવાનો રહે છે.



cVIGILએપ

આ એપની મદદથી ચૂંટણી આદર્શ આચાર સંહિતાના ભંગ બાબતે ચૂંટણી તંત્રને ફોટો કે વિડીયો સાથે સીધુ રીપોર્ટિંગ કરી શકાય છે. રીપોર્ટ અપલોડ કર્યાના ૧૦૦ મિનિટ જેટલા સમયમા જ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી, તેનો નિકાલ કરવામા આવે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામા આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application