Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ટુ વ્હીલર માટે નવી સિરિઝની ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન

  • June 08, 2024 

તાપી જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા ટુ વ્હિલર (2W) માટે નવી સિરીઝ શરૂ કરવામાં આવનાર છે. GJ-26-AH આ સિરીઝ ના બધા જ નંબર (0001થી 9999) ગોલ્ડન અને સિલ્વર તેમજ અન્ય જનરલ, નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન E-Auction શરૂ કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે છે. જેમાં તા.17.06.2024 ના રોજ સાંજે 4:00 વાગ્યેથી તા.19.06.2024 સાંજે 3:59 વાગ્યાં સુધી RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે.


તા. 19.06.2024 રોજ સાંજે 4:00 વાગ્યેથી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે તથા તા. 21.06.2024ના રોજ સાંજે 4:00 વાગ્યા સુધી ફોર્મ આર.ટી.ઓ કચેરી વ્યારા ખાતે જમા કરવાના રહેશે. અરજદારો ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા હોય તો ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે.


ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી base price ચૂકવવાની રહેશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા રહેશે એટલે કે, અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતો-વખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો 1000ના ગુણાંકમાં રહેશે.હરાજી પૂર્ણ થયેથી બિડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી દિન-05માં કરવાની રહેશે.જો આ નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે.એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application