પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન એક ડોક્ટરને ત્યાંથી ૨.૪ કિલો સોનુ અને રૂા. ૭૦ લાખ મળી આવ્યા હતા. ભંડારા જિલ્લામાં એક બેંક કર્મચારીના ઘરે પણ આવી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હજી સુધી ત્યાંથી કાંઇ પણ જપ્ત કરવામાં આવ્યું નથી, એમ તેમણે કહ્યું હતું. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે ૫૮ કરોડ રૂપિયાના ઓનલાઇન ગેમિંગ ફ્રોડ કેસની તપાસના ભાગરૂપે ગોંદિયા, ભંડારામાં સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગોંદિયાના રહેવાસી અનંત ઉર્ફે સોન્ટુ નવરતન જૈન આ ગુનાનો મુખ્ય આરોપી છે. નાગપુર સ્થિત બિઝનેસમેન સાથે ૫૮ કરોડની છેતરપિંડીના મામલામાં ફરાર જૈને ત્રણ મહિના પછી આત્મસમર્પણ કર્યું હતું. ત્યારેબાદ હવે પોલીસે આ કાર્યવાહી કરી છે. જૈને ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ બનાવ્યું હતું.પોલીસે ગોંદિયામાં છ સ્થળોએ દરોડા પાડયા અને ડો. ગૌરવ બગ્ગાના ઘરેથી ૨.૪ કિલો સોનું અને રૂા. ૭૦ લાખ રોકડા જપ્ત કર્યા છે. બાકીના અન્ય વ્યક્તિની પાંચ જગ્યાએ છાપો મારવામાં આવ્યો હતો. ભંડારામાં બેંકના કર્મચારીના ઘરે ઓપરેશનમાં કંઇપણ મળ્યું નહોતું.
શુક્રવારે ઓપરેશનમાં કિંમતી સામાન મળ્યા બાદ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી), હેઠળ નાગપુરનાગીટીખદાન પોલીસમાં નવો કેસ નોંધવામાં આવ્યો હતો. નાગપુરના બિઝનેસમેન વિક્રાંત અગ્રવાલે જુલાઇમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ગેમિંગ પરિણામોમાં ચેડાં કરતા રૂા. ૫૮ કરોડનું નુકસૈમ થયિં હોવાનો દાવો ફરિયાદીએ કર્યો હતો. ૨૨ જુલાઇના પોલીસે ગોંદિયામાં જૈનના ઘરે દરોડા પાડી રોકડ અને સોના સહિત રૂા. ૨૬.૩૯ કરોડની માલમત્તા કબજે કરી હતી. ૧ ઓગસ્ટના રોજ ફોલોઅપ ઓપરેશનમાં પોલીસે જૈન અને તેના પરિવારના સભ્યોના બેંકના લોકર ખોલ્યા હતા. એમાંથી રૂા. ૪.૫૪ કરોડની માલમત્તા મળી હતી.
બીજી તરફ જૈને બેંક ઓફિસર અંકેશ ખંડેલવાલ અને ડો. ગૌરવ બગ્ગા, તેની પત્ની સાથે કાવતરુ ઘડયું હતું. ૨૭ જુલાઇના ડો. બગ્ગાના નામથી ત્રણ બેંક લોકર ખોલવામાં આવ્યા હતા. જૈન અને તેના પરિવારના લોકરમાંથી રોકડ અને સોનું આ નવા ખોલવામાં આવેલા લોકરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.આરોપીઓને પછી આ ત્રણ લોકરમાંથી રોકડ અને સોનું કાઢી લીધું હતું.આરોપી જૈને ફરિયાદ અગ્રવાલને ઝડપી નફો કમાવવાના સ્વપ્ન દાખવીને ઓનલાઇન ગેમિંગની જાળમાં ફસાવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500