Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલથાણ:વેપારીના પુત્ર સાથે રૂપિયા ૯૭૦૦૦ ની ઓનલાઈન છેતરપિંડી

  • December 26, 2020 

અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીના પુત્રઍ ઓઍલઍક્ષ ઉપર લેપટોપ વેચવા મુકવાનું ભારે પડ્યું છે. ભેજાબાજે રૂપિયા ૨૯ હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપીયા ૧૦નો ક્યુઆર કોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલી સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા ૯૬,૯૯૯ ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી.

 

 



ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ ઍપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ મનજીતભાઈ બારોટ(ઉ.વ.૩૫) શ્રીજી ટેકનોક્રેટ્સ નામના ઈલેકટ્રીકલ ઈક્યુમેન્ટ અને સેફ્ટી પ્રોડકટનો વેપાર કરે છે. ભાવેશભાઈની પત્ની રાજકમલબેન ઍસ.બી.આઈની અલથાણ બ્રાન્ચમાં ખાતુ ધરાવે છે અને તેનો મોબાઈલ નંબર પેટીઍમ સાથે લીંક છે. ભાવેશભાઈના પુત્ર આરૂષે તેના મોબાઈલ પરથી ઓઍલઍક્સ સાઈટ પર લેપટોપ વેચવાની જાહેરાત મુકી હતી.

 

 

 

 

જે જાહેરાત જાઈને બે દિવસ પછી અજાણ્યાઍ ફોન કરી પોતે પલસાણામાં રહેતો હોવાનુ કહી લેપટોપ લેવા માટે ઈચ્છા બતાવી હતી અને લેપટોપનો ભાવ ૨૯ હજાર નક્કી કર્યો હતો. અજાણ્યાઍ પહેલા ૧૦ રૂપિયાનો ક્યુઆર કોડ વોટ્સઅપ પર મોકલી સ્કેન કરવા કહેતા આરુષે તેની માતા રાજકમલબેના મોબાઈલથી કોડ સ્કેન કરતા તેણીના ઍકાઉન્ટમાં ૧૦ રૂપીયા જમા થયા હતા. આ રીતે અજાણ્યાઍ પહેલા આરૂષને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અજાણ્યાઍ સાંજે લેપટોપ લેવા આવવાનુ અને તેનું પેમેન્ટ હાલમાં આપી દેવાનુ જણાવી ૨૯ હજાર લખેલ ક્યુઆર કોડ મોબાઈલના વોટ્સઅપ ઉપર મોકલ્યો હતો. જે ક્યુઆર કોર્ડ આરૂષે તેની માતા રાજકમલબેનના મોબાઈલ કે જેમા પેટીઍમ ઍક્ટીવ હોય જેમાં સ્કેન કરતા ખાતામાંથી રૂપિયા ૨૯ હજાર કપાઈ ગયા હતા. જાકે જેતે સમયે રાજકમલબેનના ખાતામાંથી પૈસા કપાયા હોવાનો કોઈ મેસેજ આવ્યો ન હતો. દરમિયાન અજાણ્યાઍ મારા ખાતામાંથી રૂપિયા કપાયા નથી જેથી હુ ફરી ક્યુઆર કોડ મોકલું છું કહી ફરીથી ત્રણ વાર ક્યુઆર કોડ મોકલી તેને સ્કેન કરતા ફરી ખાતામાઁથી તબક્કાવાર રીતે વધુ બે વાર રૂપિયા ૨૯,૦૦૦ અને રૂપિયા ૯૯૯૯ મળી કુલ ચાર તબક્કામાં કુલ રૂપિયા ૯૬,૯૯૯ રાજકમલબેનના ખાતંથી ટ્રાન્સફર કરી ઉપા઼ડી લીધા હતા. ખાતામાંથી પૈસા ડેબીટ થયાનો મેસેજ દસેક મીનીટ બાદ આવતા ખબર પડી હતી. બનાવ અંગે પોલીસે ભાવેશભાઈ બારોટની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application